ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 1, 2025 7:12 પી એમ(PM)

printer

વિવિધ જિલ્લાઓના નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત-નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાનો હવાલો સોંપાયો

રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ માટે નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 25 મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે નાણાં મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાનો પ્રભાર સોંપાયો છે.
અમરેલી અને રાજકોટ જિલ્લામાં સરકારી કામગીરીમાં અસરકારક દેખરેખ રહી શકે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને પ્રભારી મંત્રી બનાવાયા છે. જ્યારે ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવ-થરાદ જિલ્લાનો પ્રભાર સોંપાયો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદર અને દેવભૂમિક દ્વારકા, નરેશ પટેલને વલસાડ અને તાપી, અર્જુન મોઢવાડીયાને જામનગર અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. સાબરકાંઠા અને જુનાગઢ જિલ્લાનો પ્રભાર ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ ખેડા અને અરવલ્લીનો પ્રભાર રમણભાઈ સોલંકીને સોંપાયો છે. આ ઉપરાંત રાજ્યની ત્રણ મહિલા મંત્રીઓ ડૉ.મનીષા વકીલ, દર્શના વાઘેલા અને રિવાબા જાડેજાને અનુક્રમે છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.