ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 2, 2024 8:03 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યુંહતું કે આ પરિષદમાં  પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથેદેશમાં ન્યાય વ્યવસ્થાના નવા યુગની શરૂઆત થઈ છે.  તેમણે જણાવ્યું હતું લોકશાહીના સુચારૂ કાર્ય માટે, તેમણે રાજ્યપાલોને સલાહ આપી કે તેઓ સંબંધિત રાજ્યોના બંધારણીય વડા તરીકે આ સંકલનને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે તે વિશે વિચારે.  રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એ અમૂર્ત સંપત્તિ છે કારણ કે તે વ્યક્તિગત વિકાસ અનેસામાજિક પરિવર્તન તેમજ નવીનતા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપે છે.  રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કેસરકાર ગરીબો, સરહદી વિસ્તારો, વંચિત વર્ગો અને વિસ્તારોના વિકાસને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે..  કોન્ફરન્સને સંબોધતા ઉપપ્રમુખજગદીપ ધનખરે છેલ્લા દાયકામાં થયેલા સામાજિક કલ્યાણ યોજનાઓ અને વિકાસ વિશે લોકોનેજાગૃત કરવાની તેમની બંધારણીય જવાબદારી નિભાવવા રાજ્યપાલોને વિનંતી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યપાલોને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અસરકારક સેતુની ભૂમિકા ભજવવા અને વંચિતલોકોને સહકાર આપવા વિનંતી કરી હતી.