ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 2:52 પી એમ(PM)

printer

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે. આ અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
ડૉ. જયશંકરે નેપાળ, થાઈલેન્ડ, લક્ઝમબર્ગ, લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી. ડૉ. જયશંકરે માહિતી આપી કે, તેઓ નેપાળના વિદેશ મંત્રી આરઝુ રાણા દેઉબાને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમના અન્ય કાર્યક્રમોમાં, તેઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના ડિરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીને પણ મળ્યા હતા.