ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

printer

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ચર્ચા સરકાર ટાળી રહી હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા.

સરકાર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે તેવા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના આરોપોને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ફગાવી દીધા છે.
કોંગ્રેસના સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા, શ્રી નડ્ડાએ આજે ગૃહમાં જણાવ્યું હતું કે સરકાર સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે અને વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ પર કોઈપણ ચર્ચા ટાળી નથી. શ્રી નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે ગયા સત્રમાં પણ સરકારે ચર્ચા માટે સમય ફાળવ્યો હતો અને ગૃહમાં સંપૂર્ણ ચર્ચા થઈ હતી. શ્રી નડ્ડાએ ઉમેર્યું હતું કે સર્વપક્ષીય બેઠક દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ તેમજ ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.