ઓગસ્ટ 21, 2025 3:35 પી એમ(PM)

printer

વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત..રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકૂફ

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે..
આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિરોધ પક્ષોએ બિહાર S.I.R.ના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. વારંવારની લોકસભા અધ્યક્ષની વિનંતી બાદ પણ હોબાળો બંધ ન થતા બાર વાગ્યા સુધી નીચલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઇ હતી ત્યારબાદ ફરી ગૃહની કાર્યવાહી શરૂ થતા સ્થિતિ જેમની તેમ બની રહેતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી