વિરોધ પક્ષાનાં હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી આજે સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો. દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમીક્ષા- S.I.R. અભિયાન અને અન્ય મુદ્દાઓને પરત લેવાની માગ અંગે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા.
શ્રી બિરલાએ વિરોધ પક્ષના સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા મંજૂરી આપવા આગ્રહ કરતા કહ્યું, આ મહત્વનું કામ છે અને તેમાં વિરોધ પક્ષે ભાગ લેવો જોઈએ.
વિરોધ પક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે ગૃહ પુન: મળ્યું ત્યારે પણ વિરોધ પક્ષોએ શોર-બકોર કરતાં કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
બપોરે બે વાગે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવાની શક્યતા છે.
Site Admin | જુલાઇ 28, 2025 2:24 પી એમ(PM)
વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે સંસદનાં બંન્ને ગૃહોની રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત.
