ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 6, 2025 1:45 પી એમ(PM)

printer

વિરોધ પક્ષોના શોરબકોરના પગલે સંસદના બંને ગૃહો બપોરના બે વાગ્યા સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યાં હતા.. જોકે લોકસભામાં હોબાળાના પગલે પહેલા બાર વાગ્યા સુધી મુલતવી રખાઇ હતી પરંતુ ત્યારબાદ બાર વાગે ફરી કાર્યવાહી શરૂ થતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મણિપુર રાજ્યની 2025-26 વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનું નિવેદન રજૂ કર્યું. કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે 2023-2024 માટે કર્મયોગી ભારતના વાર્ષિક અહેવાલની નકલ પણ રજૂ કરી. પરંતુ ફરી હોબાળો શરૂ થતાં લોકસભાની કાર્યવાહી પણ બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.. જોકે આજે જ્યારે લોકસભા શરૂ થઇ ત્યારે ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જાપાનમાં ૧૯૪૫ના હિરોશિમા અને નાગાસાકી પરમાણુ બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે, ૮૦ વર્ષ પહેલાં, ૬ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ, હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ગૃહે જીવ ગુમાવનારા લોકોના માનમાં થોડીવાર મૌન પણ પાળ્યું.
ત્યારબાદ, અધ્યક્ષે પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષી સભ્યોએ ખાસ સઘન સુધારા મુદ્દા પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ઘોંઘાટ ચાલુ રહેતાં, અધ્યક્ષે ગૃહને સ્થગિત કરી દીધું.
રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે શરૂ થયું, ત્યારે ગૃહના ભૂતપૂર્વ સભ્ય સત્યપાલ મલિકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમનું ગઈકાલે નવી દિલ્હીમાં અવસાન થયું.
ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે તેમને વિવિધ મુદ્દાઓને લગતા વિવિધ રાજકીય પક્ષો તરફથી 35 મુલતવી નોટિસ મળી હતી પરંતુ ચુકાદાને ટાંકીને નોટિસ ફગાવી દેવામાં આવી હતી. આ પછી, વિપક્ષી સભ્યોએ તેમના મુદ્દાઓ ઉઠાવીને વિરોધ શરૂ કર્યો. હોબાળા વચ્ચે, અધ્યક્ષે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.