કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે સંસદે વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને અગાઉની મનરેગા યોજનાની ખામીઓ દૂર કરવા માટે વિકસીત ભારત – જી રામ જી વિધેયક પસાર કર્યું છે. આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધિત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું.
યોજનાનું નામ બદલવાના વિપક્ષના આરોપો અંગે મંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ, જ્યારે વિપક્ષી પક્ષો સત્તામાં હતા, ત્યારે રોજગાર સંબંધિત યોજનાઓના નામ ઘણી વખત બદલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું,આ યોજના હેઠળ ગ્રામ સભા અને ગ્રામ પંચાયત દ્વારા નિર્ધારિત કાર્યો હાથ ધરાશે.જેમા જળ સંરક્ષણ,આધારમાળખાકીય કામો,આજીવિકાને લગતા કામો અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, વિકાસકાર્યોની જરૂરિયાત મુજબ ગ્રામ પંચાયતોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરાશે.
તેમણે પંજાબ સરકાર દ્વારા રાજ્ય વિધાનસભામાં આ અધિનિયમ વિરુદ્ધ લાવવામાં આવી રહેલો પ્રસ્તાવ દેશના સંઘીય માળખાની વિરુદ્ધ હોવાનું જણાવ્યુ.
Site Admin | ડિસેમ્બર 30, 2025 2:18 પી એમ(PM)
વિરોધ પક્ષોના તમામ આરોપોને ફગાવીને જી રામજી યોજનાને શ્રમિકલક્ષી ગણાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ