આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે શોરબકોર કર્યો હતો.
સભાપતિએ વિપક્ષના સાંસદોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વારંવાર વિનંતી કરી હતી. તેમણે વિપક્ષી સાંસદો પર બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો અને ચર્ચા કરવા માટે આહવાન કર્યું હતું. વારંવાર વિનંતી છતાં સાંસદોએ વિરોધ ચાલુ રાખતાં સભાપતિએ ગૃહની કાર્યવાહી સોમવાર પર મોકૂફ રાખી હતી.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:15 પી એમ(PM)
વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર પર મુલતવી
