ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM)

printer

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી

સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવિધ મુદ્દે સંસદનાં બંને ગૃહમાં હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા પર મુલતવી રાખવામાં આવી છે.
સવારે રાજ્યસભાનું સત્ર શરૂ થયું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સાંસદોએ વિવિધ મુદ્દાઓ પર ઉઠાવેલી દરખાસ્તોને ફગાવી દીધી હતી.
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિપક્ષની માગની ટીકા કરી હતી. તેમણે કહ્યું, ‘કૉંગ્રેસે આ માટે માફી માગવી જોઈએ અને સરકાર સભાપતિની છબી ખરાબ કરનારા દરેક પ્રયાસને નિષ્ફળ બનાવશે.’
શ્રી ધનખડના યોગદાનની પ્રશંસા કરતાં શ્રી રિજિજૂએ કહ્યું, ઉપ-રાષ્ટ્રપતિએ હંમેશા બંધારણના મૂલ્યો અને આદર્શોનું સન્માન કર્યું છે અને તેમના પદની ગરિમા જાળવવી જોઈએ.