ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2025 7:36 પી એમ(PM)

printer

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ

વિરોધ પક્ષોએ હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ખોરવાઈ. વિપક્ષી દળો બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન પુનનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે બે વખત સ્થગિત થયા પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. અગાઉ, જ્યારે લોકસભા બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી પછી મળી, ત્યારે યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમતગમત શાસન ખરડો, 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા ખરડો, 2025 રજૂ કર્યા. પ્રમુખ અધિકારીએ શૂન્ય કાળ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા.
રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. બીજી વાર સ્થગિત થયા પછી, જ્યારે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યે શરૂ થઈ ત્યારે વિપક્ષોએ ગૃહમાં હોબાળો મચાવ્યો અને બિહારમાં વિશેષ સઘન પુનનિરીક્ષણ પર ચર્ચાની માગ કરી.