ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2025 2:27 પી એમ(PM)

printer

વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભા બે વાગ્યા સુધી, જ્યારે લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી મોકૂફ.

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી મુલતવી રખાઈ છે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતા ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સમીક્ષા-S.I.R. અને અન્ય મુદ્દા ઉઠાવ્યા. તેમણે વિરોધ પક્ષના દળોને પોતાની જગ્યાએ બેસી જવા અપીલ કરી પણ તેઓ ન માનતા ઉપસભાપતિએ ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી રાખી.

લોકસભામાં પણ વિરોધ પક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી. ગૃહ શરૂ થતાં જ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં S.I.Rનો મુદ્દો ઉઠાવ્યો અને તેની પર ચર્ચાની માગ કરી. હોબાળા વચ્ચે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી પેમ્માસાનીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ નિર્માણ સંબંધિત પ્રશ્નનો જવાબ આપ્યો.