ગૃહમાં વિરોધ પક્ષનાં હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે ગૃહ શરૂ થતાં જ ઉપાધ્યક્ષ હરિવંશે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમિક્ષા-SIR સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરીને હોબાળો મચાવ્યો.
ઉપાધ્યક્ષે કહ્યું કે તેમને વિવિધ મુદ્દાઓને લગતા વિવિધ રાજકીય પક્ષો તરફથી 24 મુલતવી નોટિસ મળી છે પરંતુ ચુકાદાને ટાંકીને નોટિસોને ફગાવી દેવામાં આવી છે. ઘોંઘાટભર્યા વાતાવરણ વચ્ચે, ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
Site Admin | જુલાઇ 29, 2025 2:09 પી એમ(PM)
વિરોધ પક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત.
