ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 24, 2025 1:35 પી એમ(PM)

printer

વિરોધ પક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત.

લોકસભામાં વિરોધ પક્ષના દળોના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ વિરોધ પક્ષના દળના સભ્યો બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી ગૃહની વચ્ચોવચ આવી ગયા હતા.
શ્રી બિરલાએ વિરોધ પક્ષોને પ્રશ્નકાળ શરૂ કરવાની અપીલ કરી. તેમણે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા અને પ્લેકાર્ડ દેખાડવા પર ચિંતા વ્યક્ત કરી. તેમજ વિરોધ પક્ષના સભ્યોને તેમની બેઠક પર પરત જવા પણ આઘ્રહ કર્યો. શ્રી બિરલાએ કહ્યું, વિરોધ પક્ષના સભ્યોને પ્રશ્નકાળ પૂર્ણ થયા બાદ નિયમો હેઠળ બોલવાની મંજૂરી અપાશે. તેમ છતાં વિરોધ પક્ષના દળોનો વિરોધ યથાવત્ રહ્યો.