ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 7:55 પી એમ(PM)

printer

વિરોધ પક્ષના હોબાળાની વચ્ચે સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

સંસદના બંને ગૃહમાં વિપક્ષના હોબાળાના કારણે આજે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. બંને ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમયથી પહેલા જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. વિરોધ પક્ષના દળો ઑપરેશન સિંદૂર, બિહારમાં વિશેષ સઘન સમીક્ષા પહેલ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા.     
લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરાયા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ હતી. તો વિરોધ પક્ષના સભ્યોએ પોતાની માગને લઈફરી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. પ્રમુખ અધિકારીએ સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા અને પોતાની બેઠકો પર પરત જવા આગ્રહ કર્યો. દરમિયાન અધ્યક્ષે આ મુદ્દાઓ પર ચર્ચા થશે તેવી ખાતરી આપી.     
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ વિક્ષેપની ટીકા કરતાં વિરોધ પક્ષના દળો ચર્ચા ઈચ્છતા ન હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું, કાર્ય સલાહકાર સમિતિની બેઠકમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો હતો. શ્રી રિજિજૂએ વિરોધ પક્ષની ઈચ્છા પર સવાલ ઉઠાવતા કહ્યું, સરકાર ચર્ચા માટે તૈયાર છે પણ વિરોધ પક્ષના દળો વિક્ષેપ પાડી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.