વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે.
વિયેતનામ સરકારે પૂર બાદ પુનર્નિર્માણ કાર્યમાં મધ્ય વિયેતનામના ચાર શહેરો અને પ્રાંતોને મદદ કરવા માટે આશરે એક કરોડ 80 લાખ અમરીકી ડોલરના કટોકટી રાહત ભંડોળને મંજૂરી આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે મધ્ય પ્રાંતોમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે પગલાં ઝડપી બનાવવા અપીલ કરી છે.
Site Admin | નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)
વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો – હજુ પણ બાર લોકો ગુમ છે