ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 13, 2024 3:02 પી એમ(PM)

printer

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે. મેચ લંડનમાં રમાશે, ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે. ચેક રિપબ્લિકની ક્રાઇઝિકોવાએ કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને સેમિફાઇનલમાં પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈટાલીની પાઓલિનીએ ક્રોએશિયાની ડોના વાકિચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
દરમિયાન, સર્બિયાના નોવાક જોકોવિચ અને વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે. ગઈકાલે સેમિફાઈનલમાં જોકોવિચે ઈટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને 3-0થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અલ્કારાઝે રશિયાના ડેનિલ મેદવેદેવને 6-7, 6-3, 6-4, 6-4થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.
આજે પુરુષ ડબલ્સની ફાઇનલમાં બ્રિટનના હેનરી પેટન અને ફિનલેન્ડના હેરી હેલીઓવારાનો સામનો ઓસ્ટ્રેલિયાના મેક્સ પરસેલ અને જોર્ડન થોમસન સામે થશે.
જ્યારે આજે સાંજે મહિલા ડબલ્સની ફાઇનલમાં કેનેડાની ગેબ્રિએલા ડાબોસ્કિ અને ન્યુઝીલેન્ડની એરિન રોતલિફનો સામનો ચેક રિપબ્લિકની કેટરીના સિનિયાકોવા અને અમેરિકાની ટેલર ટાઉનસેન્ડ સામે થશે.
પોલેન્ડના જ્હોન ઝેલેન્સકી અને તાઈવાનના સુ-વેઈ-સિહ આવતીકાલે મિક્સ ડબલ્સની ફાઇનલમાં મેક્સિકોના સેન્ટિયાગો ગોન્ઝાલેઝ અને ગુલિયાના અલ્મોસ સામે ટકરાશે.