ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 8:35 પી એમ(PM)

printer

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે.
વિમ્બલ્ડનની ફાઇનલમાં સ્પેનના અલ્કારાઝનું આ બીજું પ્રદર્શન છે, જ્યારે સર્બિયન નોવાક જોકોવિચ સાત વખત ચેમ્પિયન બન્યા છે. જોકોવિચ આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ ટાઇટલના રોજર ફેડરરના રેકોર્ડની બરોબરી કરવા માટે પ્રયત્ન કરશે.
મિક્સ ડબલ્સની ફાઇનલમાં સાતમી ક્રમાંકિત પોલિશ-તાઇવાનની જોડી જાન ઝિલિન્સ્કી અને હસિહ સુ-વેઇનો સામનો મેક્સિકન જોડી સેન્ટિયાગો ગોન્ઝાલેઝ અને જિયુલિયાના ઓલ્મોસનો થશે.
ગઈકાલે સાંજે, ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજિકોવાએ ઈટાલીની જાસ્મિન પાઓલિનીને 6-2, 2-6, 6-4થી હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું.