પોલેન્ડની વિશ્વની ચોથા નંબરની ખેલાડી ઇગા સ્વિયાતેકે પ્રથમ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં તેણે એકતરફી મેચમાં 13મી ક્રમાંકિત અમાન્ડા અનિસિમોવાને 6-0 ,6-0 થી હરાવી હતી. સ્વિયાતેકનું આ છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે.પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં આજે વિશ્વનાં નંબર વન ખેલાડી જેન્નિર સિનરનો સામનો સ્પેનના બીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝ સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.
Site Admin | જુલાઇ 13, 2025 8:48 એ એમ (AM)
વિમ્બલ્ડનમાં, મહિલા સિંગલ્સ ફાઇનલમાં પોલેન્ડની ઇગા સ્વિયાતેકે અમેરીકાની અમાન્ડા અનિસિમોવાને હરાવી પ્રથમ વિમ્બલ્ડન ખિતાબ જીત્યો
