જૂન 13, 2025 3:28 પી એમ(PM)

printer

વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે : ડૉ. રાકેશ જોષી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા લોકોની સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના લોકો જોખમથી બહાર છે. વર્તમાન સ્થિતિ અંગે હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ કહ્યું, આરોગ્ય વિભાગ અને સિવિલ હૉસ્પિટલે સમગ્ર ઈમરજન્સીની સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં હૉસ્પિટલમાં 32 ઈજાગ્રસ્તો દાખલ છે. હૉસ્પિટલમાં સારવાર માટેની પૂરતી વ્યવસ્થા હોવાનું પણ શ્રી જોષીએ જણાવ્યું.