જૂન 13, 2025 8:12 એ એમ (AM)

printer

વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી દીધી છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવશે.
શ્રી નાયડુએ કહ્યું કે સરકાર આ બાબતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી રહી છે. આ સમિતિમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થશે. આ સમિતિ ઉડ્ડયન સુરક્ષાને મજબૂત બનાવવા અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટેના પગલાં પર વિચાર વિમર્શ કરશે.