જાન્યુઆરી 11, 2026 1:06 પી એમ(PM)

printer

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે : DGCA

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે કહ્યું છે કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો -AAIB ઓડિશામાં વિમાન દુર્ઘટનાની તપાસ કરશે.
એક નિવેદનમાં DGCA એ જણાવ્યું કે, ગઈકાલે ઓડિશાના રાઉરકેલા નજીક ક્રેશ લેન્ડ થયેલું આ વિમાન બપોરે ભુવનેશ્વરથી રવાના થયું હતું અને ક્રૂએ રાઉરકેલા ATC માટે “મેય ડે” જાહેર કર્યું હતું. બપોરે 1 વાગીને 20 મિનિટે કાનસોર નજીકના ખુલ્લા વિસ્તારમાં વિમાનનું લેન્ડિંગ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા જે બધા સુરક્ષિત છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.