ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 13, 2025 7:50 પી એમ(PM) | વિમાન

printer

વિમાન અકસ્માતમાં ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરી રવિવાર સાંજ સુધીમાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે

એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહને રવિવાર સાંજ સુધીમાં સોંપી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે સંબંધિત તમામને આ અંગે ફોનથી જામ કરાશે, અને રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પુરા કરી દેવાશે.
વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને ખાસ બોલાવીને તેમના ડીએનએ લેવામાં આવી રહ્યા છે. ઓળખના આધારે અત્યાર સુધીમાં સાત મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. કુલ 270 જેટલા પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યા છે.
દિવસ દરમિયાન મૃતકોના પરિજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમના ડીએનએ ટેસ્ટ થઇ ગયા છે, તેવા મૃતદેહોને પોસ્ટમોર્ટમ રૂમમાંથી 108 મારફતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી રહ્યા છે.