ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2025 7:57 પી એમ(PM)

printer

વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભા સોમવાર સુધી સ્થગિત

વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરેલા હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
બપોરે બે વાગે ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો, જેના કારણે અધ્યક્ષને ગૃહને દિવસભર માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.
અગાઉ, જ્યારે રાજ્યસભા સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ, ત્યારે તમિલનાડુથી રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા હતા.