સંસદના બંને ગૃહોમાં આજે પણ વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોનો હોબાળો ચાલુ રહેતા રાજ્યસભા સોમવાર સુધી અને લોકસભા બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ભારત છોડો ચળવળ દરમિયાન સ્વતંત્રતા માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે, આવતીકાલે, 9 ઓગસ્ટ, ઐતિહાસિક ભારત છોડો ચળવળના 83 વર્ષ થશે જે રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના અવિરત સંઘર્ષનું એક નિર્ણાયક પ્રકરણ હતું. તેમણે કહ્યું કે, 1942માં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ આ ચળવળ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો અંત લાવવા માટે નિર્ણાયક અને શક્તિશાળી આહવાન હતું.
જો કે વિવિધ મુદ્દાઓ અંગે વિરોધ પક્ષોના ભારે શોરબકોર વચ્ચે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી મુલતવી રાખવામા આવી હતી.
લોકસભામાં પણ ભારત છોડો આંદોલન દરમિયાન ભારતની સ્વતંત્રતા માટે લડનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે ગૃહના ભૂતપૂર્વ સભ્ય સત્યપાલ મલિકને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વિપક્ષી સભ્યોએ બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરતાં ગૃહ પ્રથમ 12 વાગ્યા સુધી બાદમાં 3 વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું.
Site Admin | ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)
વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે
