વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે લોકસભા ફરી મળી, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સુધારા) બિલ, 2025 રજૂ કર્યું. દરમિયાન વિપક્ષી સભ્યોએ ખાસ સઘન સુધારા મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતાં પ્રિસાઇડિંગ ઓફિસરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોનો હોબાળો ચાલુ રહેતાં, ઉપસભાપતિએ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
Site Admin | ઓગસ્ટ 7, 2025 1:45 પી એમ(PM)
વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી