વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા નારાબાજી વચ્ચે લોકસભા અને રાજ્યસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે મળી, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, ત્યારે વિપક્ષી સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
શ્રી બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળની મંજૂરી આપવા અપીલ કરી અને કહ્યું કે દેશના લોકો તેમના વર્તન પર નજર રાખી રહ્યા છે. તેમણે ગૃહમાં વિક્ષેપ પેદા કરવા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા બદલ ચિંતા વ્યક્ત કરી. રાજ્યસભામાં પણ એજ સ્થિતિ સર્જાતા ઉપલા ગૃહને પણ બે વાગ્યા સુધઈ મુલતવી રાખવું પડ્યું હતું.
Site Admin | જુલાઇ 23, 2025 1:34 પી એમ(PM)
વિપક્ષોના હોબાળાના પગલે સંસદની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત.
