ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2025 2:06 પી એમ(PM)

printer

વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 28 જુલાઇ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન પણ પાળવામાં આવ્યું. આ પછી તરત જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં આવી ગયા અને બિહારમાં વિશેષ ઊંડાણપૂર્વક સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરવાનું શરૂ કર્યું. હોબાળા પછી, અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
રાજ્યસભામાં તમિલનાડુના નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે તેમને બિહારમાં વિશેષ સઘન સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓને લગતા રાજકીય પક્ષો તરફથી 28 સ્થગિત પ્રસ્તાવો મળ્યા હતા, પરંતુ આદેશનો હવાલો આપીને તેમને નકારી કાઢવામાં આવ્યા હતા. અને વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો, તેથી ઉપાધ્યક્ષે ગૃહની કાર્યવાહી 28 જુલાઇ સુધી સ્થગિત કરી દીધી હતી.