ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 22, 2025 1:53 પી એમ(PM)

printer

વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક મળી ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ હાથ ધર્યો હતો, ત્યારે વિપક્ષના સભ્યોએ ઓપરેશન સિંદૂર અને બિહારમાં વિશેષ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે નારા લગાવવાનું શરૂ કર્યું હતું.
શ્રી બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળની મંજૂરી આપવા અપીલ કરી હતી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ગૃહના સભ્યોને કામકાજ સરળતાથી ચલાવવામાં સહકાર આપવા વિનંતી કરી હતી કારણ કે મોટાભાગના પ્રશ્નો ખેડૂતોની ચિંતા સાથે સંબંધિત છે. વિપક્ષના સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો જેના કારણે અધ્યક્ષે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું.
પરંતુ હોબાળો યથાવત્ રહેતા આ કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.