ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 2, 2024 2:47 પી એમ(PM)

printer

વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી સ્થગિત

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા, એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના સતત હંગામાને પગલે સંસદના બંને ગૃહોમાં આજે કોઇ કામગીરી થઇ શકી ન હતી. શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે લોકસભા અને રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય પક્ષોના સાંસદો વારંવાર સૂત્રોચ્ચાર કરીને વેલમાં ધસી ગયા હતા. બંને ગૃહોમાં કાર્યવાહી ન થઇ શકતાં બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.