ડિસેમ્બર 9, 2024 2:20 પી એમ(PM)

printer

વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

દેશના એક મુખ્ય વેપારી સમૂહ સામે કથિત લાંચના આરોપ અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કૉંગ્રેસ, ડીએમકે અને અન્ય વિપક્ષી દળના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.
લોકસભા અધ્યક્ષ ઑમ બિરલાએ પ્રશ્નકાળને મહત્વનો ગણાવતા કહ્યું, આ દરમિયાન કોઈ પણ મામલો ન ઉઠાવી શકાય. તેમણે વિરોધ કરતા સભ્યોને ગૃહ ચાલવા દેવાનો પણ આગ્રહ કર્યો હતો. રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના શોરબકોરને પગલે કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે. વિપક્ષી દળ ઇન્ડી ગઠબંધનના સાંસદોએ એક મુખ્ય વેપારી સમૂહ સામે કથિત લાંચના આરોપને લઈ આજે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસ, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ અને વામપંથી દળ સહિત અન્ય દળો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.