વિનુ માંકડ ટ્રોફી અંડર-19 મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ઝજ્જર ખાતે રમાયેલી મેચમાં વિદર્ભ સામે ગુજરાતે સુપર ઓવરમાં જીત મેળવી હતી. નિર્ધારિત 50 ઓવરમાં ગુજરાતે 9 વિકેટ ગુમાવીને 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વિદર્ભની ટીમ 7 વિકેટે 183 રન બનાવતા મેચ સુપર ઓવરમાં પરિણમી હતી. જેમાં વિદર્ભે એક ઓવર વિના વિકેટે 10 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 4 બોલમાં 11 રન બનાવીને જીત મેળવી હતી.
Site Admin | ઓક્ટોબર 11, 2025 7:07 પી એમ(PM)
વિનુ માંકડ ટ્રોફી અંડર-19માં વિદર્ભ સામે ગુજરાતનો સુપર ઓવરમાં વિજય
