વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ વેગ પકડ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારની મુલાકાતના બીજા દિવસે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે સમસ્તીપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી રણનીતિઓની ચર્ચા કરી.
બેઠક દરમિયાન, શ્રી શાહે NDA ની અંદર એકતા પર ભાર મૂક્યો અને કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે જંગી વિજય સુનિશ્ચિત કરવા વિનંતી કરી. દરમિયાન, રાષ્ટ્રીય નેતા તેજસ્વી પ્રસાદ યાદવે પટણામાં અધિકાર સંમેલનનું આયોજન કરી રહ્યા છે.
દરમિયાન, AIMIMના વડા ઓવૈસીએ સીમાંચલ ક્ષેત્રના અનેક જિલ્લાઓમાં કાર્યકર્તા સંમેલનોનું આયોજન કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)
વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો
