માર્ચ 18, 2025 7:42 પી એમ(PM)

printer

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની ૨૩૨ કરોડ ૯૭ લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.
આ અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે. માહિતી વિભાગની નવીન પહેલ ‘મારી યોજના પોર્ટલ’ ગુજરાત અને ભારત સરકારની ૬૮૦ થી વધુ યોજનાઓની માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ૨૧ વિભાગોમાં પી.આર. કમ સોશિયલ મીડિયા યુનિટ અને દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, ૭૪ કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે ગોઠવીને નાગરિકોને જનહિતલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે.