માર્ચ 20, 2025 9:31 એ એમ (AM)

printer

વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગની ત્રણ હજાર 579 કરોડથી વધુ રૂપિયાની અંદાપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વાહન વ્યવહાર વિભાગની ત્રણ હજાર 579 કરોડથી વધુ રૂપિયાની અંદાપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આગામી વર્ષે નવી બે હજાર 50 નવી બસ કાર્યરત્ કરાશે. દરમિયાન વાહન વ્યવહાર વિભાગ હેઠળ એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં સાત હજાર 326 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.શ્રી સંઘવીએ ઉમેર્યું, કંડક્ટર કક્ષામાં બે હજાર 320 ઉમેદવારોને આગામી 15 દિવસમાં નિમણૂંક અપાશે. જ્યારે મિકેનિક કક્ષામાં એક હજાર 658 જગ્યા માટે જાહેરાતની કામગીરી અને ત્રણ હજાર 84 ડ્રાઈવરની જગ્યા માટે પરીક્ષાની કામગીરી હાથ ધરાઈ હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું. મહાકુંભનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, 24 એ.સી. વૉલ્વો બસ થકી 140 ફેરા દ્વારા રાજ્યના છ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.