માર્ચ 12, 2025 6:30 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય સરકારની નેમ છે. શ્રી પાનશેરિયાએ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી પાનશેરિયાએ કહ્યું, નોકરી કરતી મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં કુલ સાત વર્કિંગ વિમન્સ હૉસ્ટેલ બનાવાશે. મહિલાઓને હિંસાથી બચાવવા અને કાયદાકીય સહાય ઉપરાંત આશ્રય આપવા રાજ્યમાં 35 સખી વનસ્ટૉપ કેન્દ્ર કાર્યરત હોવાની પણ તેમણે માહિતી આપી હતી.