ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 21, 2025 7:22 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતના બે વિધેયકો પસાર

વિધાનસભામાં આજે બે વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-૨૦૨૫ અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયકને ગૃહે મંજૂર કર્યુ છે.
ક્લીનિકલ એસ્ટાબ્લિસમેન્ટ અંગેના કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે, જ્યારે અન્ય એક વિધાયક ,ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું હતું.
ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે. આ વિધેયક પસાર થતા હવે રાજ્યમાં અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું.