ગુજરાત વિધાનસભામાં ગઇકાલે આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ રજૂ કરતા આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા સૌને સંકલ્પબદ્ધ બનવા પર ભાર મુક્યો હતો. શ્રી બેરાએ કહ્યું, ‘રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિ-2023 અંતર્ગત રાજ્યની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 12 હજાર 510 મેગાવૉટ થતાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.’શ્રી બેરાએ ઉમેર્યું, ‘ગુજરાતે વર્ષ 2015થી બેટરી સંચાલિત વાહનો માટે શરૂ કરેલી સબસિડી સહાય યોજના અંતર્ગત રાજ્યની શાળાઓમાં ધોરણ 11 અને 12 તેમ જ મહાવિદ્યાલય સુધીના વિદ્યાર્થીઓ માટે વાહન ખરીદવા પ્રતિવાહન 12 હજાર રૂપિયા સબસિડી અપાય છે.’ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં 58 કરોડ જેટલી સબસિડીની રકમ અપાઈ હોવાનું પણ શ્રી બેરાએ કહ્યું હતું.
Site Admin | માર્ચ 21, 2025 9:20 એ એમ (AM)
વિધાનસભામાં આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર
