માર્ચ 12, 2025 7:11 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં આજે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26ની 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળવિકાસ વિભાગની સાત હજાર 668 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી.
આ માગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જણાવ્યું, આ વખતના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા-યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ 14 હજાર 102 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ બે હજાર 577 કરોડ રૂપિયા જેટલી વધુ છે.
બીજી તરફ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા વતી રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જવાબ આપતા જણાવ્યું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય સરકારની નેમ છે. શ્રી પાનશેરિયાએ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.