ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 17, 2025 6:22 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી જેમાં મંત્રીઓએ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17 હજાર 695 કેસ કરી 309 કરોડ 25 લાખ રૂપિયાની વસુલાત કરાઈ છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અનેપંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસમાં 8 કરોડ 16 લાખ રૂપિયાથી વધુની નોટીસ ઇસ્યુ કરાઇ છે.જેમાં મહિસાગર જિલ્લામાં 154 કેસ કરી 2 કરોડ 29 લાખ રૂપિયાથી વધુનીતથા પંચમહાલ જિલ્લામાં કુલ 625 કેસ કરી5 કરોડ 75 લાખ રૂપિયાથી વધુની નોટીસ આપવામાં આવી છે. ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં શ્રી રાજપૂતે જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 78 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની૩૦ લીઝ કાર્યરત છે. જેનાથી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને 7 કરોડ 79 લાખ રૂપિયાથી વધુની રોયલ્ટીની આવક થઈ છે. આ ૩૦ લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગેકુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.