ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:39 પી એમ(PM)

printer

વિધાનસભામાં આજે પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની 2 હજાર 507 કરોડ રૂપિયાથી વધુની માગણીઓ પસાર થઈ હતી.

વિધાનસભામાં આજે પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની 2 હજાર 507 કરોડ રૂપિયાથી વધુની માગણીઓ પસાર થઈ હતી. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે ગયા વર્ષે દેશવિદેશના 18 કરોડ 63 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી. વિધાનસભામાં પ્રવાસન તથા યાત્રાધામ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં શ્રી બેરાએ જણાવ્યું કે ⁠કચ્છનું રણ ખરા અર્થમાં ગુજરાતનું તોરણ બન્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યનો પતંગઉદ્યોગ 700 કરોડને પાર થયો છે અને દેશના પતંગ બજારમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે.
વિધાનસભામાં શ્રી બેરા દ્વારા વર્ષ પ્રવાસન વિભાગની 2 હજાર 45 કરોડ રૂપિયાથી વધુની, જ્યારે યાત્રાધામ માટે 462 કરોડ રૂપિયાથી માગણીઓ રજૂ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.