ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 28, 2025 6:36 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું

વિધાનસભામાં આજે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહમાં વિધેયક રજૂ કરતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, મત્સ્યોદ્યોગ ક્ષેત્ર રાજ્યના વિકાસને નવી દિશા આપશે. આ ક્ષેત્રના વ્યાપક વિકાસ તેમજ જળચર ઉછેર, ઝીંગા ઉછેર, સી-વિડ ઉછેર અને સંવર્ધનમાં આ સુધારા વિધેયક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
શ્રી પટેલે ઉમેર્યું, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003માં સુધારો કરીને રાજ્યમાં ફિશરીઝ ડેવલોપમેન્ટ અને એક્વાકલ્ચર પ્રમોશન માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. સુધારા વિધેયકના પરિણામે રાજ્યના મત્સ્ય હાર્બર અને લેન્ડિંગ સેન્ટરો ખાતે સલામતી અને સ્વચ્છતાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમજ વિધેયકથી રાજ્ય સરકાર અને માછીમાર બંન્ને માટે દીવાદાંડી સમાન એક વિશેષ સત્તામંડળ ઉભું થશે તેમ પણ શ્રી પટેલે કહ્યું હતું.