માર્ચ 28, 2025 3:32 પી એમ(PM)

printer

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, પ્રશ્નોત્તરી કાળની બેઠકમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ, કુટિર, નાગરિક ઉડ્ડયન, માહિતી અને બાળવિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક- કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. દરમિયાન ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા ખરડા, ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન ખરડા અને ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા ખરડા અંગે ચર્ચા કરવામાં આવી.
બીજી તરફ, વિધાનસભાના અંતિમ દિવસે વિરોધ પક્ષ દ્વારા ગૃહમાં ગાયને રાજમાતા જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. સાથે જ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ગાયના સંવર્ધન, સંરક્ષણ અને કલ્યાણ માટે ખાનગી મૅમ્બર બિલ રજૂ કરાયું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.