ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2024 3:31 પી એમ(PM)

printer

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે..ત્યારે આજે ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીમાં મંત્રીઓએ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો..જેમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ૫૫ હજાર ૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧ હજાર ૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે.
ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.
છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ ૫૯.૮૨ લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે ૬૨.૬૦ લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ