મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. સત્તાવાર યાદી મુજબ, કડી બેઠક પર સરેરાશ 58 ટકા અને વિસાવદર બેઠક પર સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું. બંને બેઠકના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથક પર મતદાન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગરૂપે મતદાનમથકના પ્રિસાઈડિંગ અધિકારીઓ દ્વારા ECINET ઍપ પર મતદાનના આંકડા અપલોડ કરાયા છે.
Site Admin | જૂન 20, 2025 8:37 એ એમ (AM)
વિધાનસભાની પેટાચૂંટણીમાં કડી બેઠક પર સરેરાશ 58 અને વિસાવદર બેઠક પર 57 ટકા મતદાન નોંધાયું