વિધાનસભાના ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 2 હજાર 534 કરોડ 83 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી.
મુખ્યમંત્રી વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ માગણીઓ રજૂ કરતાં જણાવ્યું કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- STEM આધારિત સમાજ, વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે આઈ.ટી. નીતિ 2022-27થી રાજ્યમાં એક લાખ નવી રોજગારીનું સર્જન થશે અને રાજ્યની આઈ.ટી. નિકાસ આઠ ગણી વધારીને 25 હજાર કરોડ રૂપિયા સુધી કરવાનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે ‘ગુજરાત આદિવાસી વસ્તી માટે સંદર્ભ જીનોમ ડેટાબેઝનું નિર્માણ’ના પ્રોજેક્ટ માટે 4 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
Site Admin | માર્ચ 21, 2025 7:05 પી એમ(PM) | વિજ્ઞાન અને ટેકનોલોજી
વિધાનસભાના ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની 2 હજાર 534 કરોડ 83 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ
