ડિસેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

printer

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં 54 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું.અધ્યક્ષના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ ૫૪ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.