ત્રણ દિવસિય બૂટ કેમ્પ આજે બનાસકાંઠાના સુઇ ગામ ખાતે સંપન્ન થયો હતો. બીએસએફના બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ, નિઃશસ્ત્ર કોમબેટ, જીવન રક્ષક તકનીક, રૂટ માર્ચ સહિતના અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રવસાન વિભાગ અને ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત આ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓને કચ્છના રણમાં તૈનાત બીએસએફના જવાનો સામે ઉભા થતાં પડકરોની પણ જાણકારી આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:16 પી એમ(PM)
વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને સરહદી વિસ્તારોના પડકારોની સમજ આપતો બીએસએફ દ્વારા આયોજીત બૂટ કેમ્પ સંપન્ન