CBSE એ વિદ્યાર્થીઓની સલામતી માટે તેની બધી શાળાઓમાં ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સાથે ઉચ્ચ-ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે.
નવા ધોરણો મુજબ, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, કોરિડોર, સીડી, વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, કેન્ટીન, રમતના મેદાનો અને શૌચાલય સિવાય તમામ કોમન વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવશે. કેમેરામાં રીઅલ-ટાઇમ રેકોર્ડિંગ અને ઓછામાં ઓછો 15 દિવસનો ડેટા ઉપલબ્ધ હશે જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરી શકાય છે. આ સંદર્ભમાં ગઈકાલે જારી કરાયેલી સૂચનામાં, સીબીએસઈએ તેના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે.
Site Admin | જુલાઇ 22, 2025 1:20 પી એમ(PM)
વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ શાળાઓમાં C.B.S.E.એ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા.
