મે 23, 2025 2:06 પી એમ(PM)

printer

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે ત્રણ બહુપક્ષીય પ્રતિનિધિમંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદુર અંગેની માહિતી આપશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે સાંજે બહુપક્ષીય પ્રતિનિધિમંડળોને તેમની વિદેશ યાત્રા અગાઉ ઓપરેશન સિંદુર અને પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ અંગેની માહિતી આપશે.
ભાજપના સાંસદ બૈજયંત પાંડા, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને એનસીપી-શરદ પવાર જૂથનાં સુપ્રિયા સુળેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આવતીકાલે તેમની મુલાકાતો માટે રવાના થશે, જ્યારે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ રવિવારે રવાના થશે.